
ભરૂચ આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતના સંગઠનોએ લવજેહાદ અને શ્રદ્ધાના હત્યારાઓને ફાંસીની માંગ સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
જેમાં જણાવાયું કે છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના સુયોજિત કાવતરાને કારણે દેશમાં હિન્દુ મહિલાઓ અને તેમના પરિવારો અસુરક્ષિત બન્યા છે. દેશમાં વિવિધ સ્થળોએ હિંદુ યુવતીઓ, મહિલાઓ અને છોકરીઓને ફસાવવામાં આવે છે, જો તેઓ સંમત ન થાય તો તેમના પર હુમલા, બળાત્કાર, હત્યા, બળજબરીથી ધર્મ પરિવર્તન વગેરે હજારો ઘટનાઓ દરેક જગ્યાએ થઈ રહી છે.
આ ઘટનાઓના કારણે દરેક હિંદુ પરિવાર પોતાની માતા, બહેન, દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. હરિયાણામાં લવ જેહાદના કારણે નિકિતા તોમરની હત્યા, દિલ્હીમાં લવ જેહાદને કારણે હિન્દુ યુવતીની ગોળી મારી હત્યા, ઝારખંડમાં લવ જેહાદના કારણે હિન્દુ પુત્રી પર હુમલો કરીને હત્યા, દિલ્હીમાં શ્રદ્ધાના અનેક ટુકડા કરી હત્યા, હમણાં જ ગુજરાતના વડોદરામાં હિન્દુ પુત્રી સાથે લગ્ન કર્યા વડોદરામાં પોતાનો ધર્મ છુપાવી અને પછી તેના પરિવારને ધર્મ પરિવર્તનની ધમકી આપી.
આવી ઘટનાઓને રોકવા માટે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને શ્રદ્ધાના હત્યારાઓને ફાંસી આપવી જોઈએ.,દેશભરની રાજ્ય સરકારોને લવ જેહાદની ઘટનાઓના તમામ કેસોને ઝડપી લેવા સૂચના આપવી જોઈએ., લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે તરત જ લવ જેહાદ વિરુદ્ધ કેન્દ્રીય કાયદો બનાવવો જોઈએ.જેવી માંગ કરવામાં આવી હતી.