
ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ ઉંમરવાડા ગામની સીમમાં શેરડી ના ખેતર માંથી લોહી લુહાણ હાલતમાં અંકલેશ્વરના કાપોદ્રા મંદિર ફળિયા વિસ્તારમાં રહેતો જીગર વસાવા નામના યુવક નો મૃતદેહ મળી આવતા મામલે તર્કવિતર્ક સર્જાયા છે.
જીગર વસાવા ને ગળા તેમજ શરીર ના અન્ય ભાગો ઉપર કોઇક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે,ગામ ના જ એક સ્થાનિકે મામલે જીગર ના પરિવાર ને ગત સાંજે જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો,જે બાદ ઘટના અંગેની જાણ પરિવાર જનો દ્વારા પાનોલી પોલીસ મથકમાં કરવામાં આવી હતી,
પાનોલી પોલીસ મથકે ઘટના અંગેની જાણ થતાં જ પોલીસે સ્થળ પર દોડી જઈ મૃતક જીગર વસાવા ની લાશ નો કબ્જો લઇ મૃતક ની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી હતી,સાથે જ મામલે પરિવારના નિવેદન લઇ તપાસ શરૂ કરવામાં આવી છે.જેમાં મૃતક જીગર વસાવા ના પરિવાર જનોએ આડા સબંધ ની શંકામાં આ હત્યાને અંજામ અપાયો હોવાની શંકાઓ પોલીસ ફરિયાદમાં વ્યકત કરી છે.
આ ઘટના ની જાણ થતાં પરિવારજનોએ પાનોલી પોલીસને જાણ કરતા પોલીસે પરિવાર શંકા ના આધારે રાકેશ ઝવેરભાઈ વસાવા રહે,કાપોદ્રા અંકલેશ્વર તેમજ રાકેશ ઉર્ફે ટોની વિનોદભાઇ વસાવા રહે,ભરાડિયા,વાલિયા નાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.