આમોદના નવા ડેપો પાસે ગત રોજ રાત્રીના સમયે જુગાર રમતાં ઇસમો સામે આમોદ પોલીસે જુગાર ધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના નવા ડેપો પાસે ગતરોજ રાત્રીના સમયે કેટલાક ઇસમો જુગાર રમતા હોવાની આમોદ પોલીસને બાતમી મળતાં પોલીસે રેડ કરી મોબાઈલ બેટરીના અજવાળે પત્તા પાના વડે જુગાર રમતાં મોહસીન ઉર્ફે રોકી ઇમરાન માછીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે જુગારના દાવ ઉપરના ૭૪૦,અંગઝડતી ના ૧૧૩૦ તેમજ એક નંગ મોબાઈલ મળી કુલ ૨૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.જ્યારે પ્રવીણ નગીન રાઠોડ,મહેબૂદ મુર્તુઝા મલેક, મહેશ મેલા રાઠોડ, દિનેશ ભાઈલાલ રાઠોડ, રિઝવાન અલ્લારખા પઠાણ તમામ રહે આમોદ પોલીસને જોઈ ફરાર થઇ ગયા હતા.આમોદ પોલીસે તમામ સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here