સમાજ સુરક્ષા ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભારતીય ઉધમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (સેડા) દ્વારા સી.એન્ડ વી. વુમન એન્ટર પ્રીનીયોશીપ ફાઉન્ડેશન અમદાવાદ સંસ્થાના સહયોગથી દેડીયાપાડા ખાતે પાંચ દિવસના ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન એ. એન.બારોટ વિદ્યાલય દેડીયાપાડા ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં ૩૯ દિવ્યાંગજનો એ ભાગ લીધો હતો.આ તાલીમ કાર્યક્રમમાં ધંધાની પસંદગીથી લઈને ધંધો વ્યવસાય શરૂ કરવાની દિશામાં વિવિધ માહિતી આપવામાં આવી હતી, જેવી કે ઉદ્યોગ કયો કરવો? કેવી રીતે કરવો? ધંધાની તકો, માર્કેટિંગ, પ્રોજેક્ટ રિપોર્ટ, હિસાબી વ્યવસ્થા, નાણાકીય આયોજન વગેરે વિષયોના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. અને સિદ્ધિ પ્રેરણા ની તાલીમ દ્વારા આત્મ વિશ્વાસ દ્રઢ કરવામાં આવેલ હતો. તાલીમ બાદ તાલીમાર્થીઓને ધંધો શરૂ કરવા માટે જરૂરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે.
તાલીમ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી અનિલકુમાર રાણપરિયા, એ.એન.બારોટનાં આચાર્ય યોગેશ ભાલાણી, સી.એન્ડ વી.વુમન એન્ટર પ્રીમીયોર શીપ ફાઉન્ડેશન નાં એમ.પી.પંડ્યા દ્વારા તેમજ નિષ્ણાંત દ્વારા ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચંદુભાઈ પરમાર ઓર્ડીનેટર સી.એન્ડ વી.વુમન એન્ટર પ્રીમીયોર શીપ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા