ભરૂચના લીંક રોડ ઉપર આવેલા મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ અગ્રણીજનો સહિત સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હિંદુ સમાજનું સંરક્ષણ અને સંગઠન માટે સતત પ્રયત્નશીલ છે. સાંપ્રત સમાજમાં બદલાતા સામાજિક અને રાષ્ટ્રીય પ્રવાહો પર ગણમાન્ય પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા અને વિચાર ગોષ્ટીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના લીંક રોડ ઉપર આવેલા મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય સંપર્ક ટોળીના સભ્ય રવિ ઐયરે સાંપ્રત સમયમાં બદલાતા પ્રવાહો અને દિશા સુચન અંગે પ્રવચન આપ્યું હતું.
આ વિચાર ગોષ્ઠીમાં જિલ્લા સંઘચાલક કૌશલ પટેલ, યાકેશ પ્રજાપતિ અને ભારત વિકાસ પરીષદ ભૃગુભુમી શાખાના પ્રમુખ નરેશ ઠક્કર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.