આજે વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લકઝરી બસનો ચાલક શીફ્ટમાં જતા કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો.દરમિયાન જ્યારે બસનો ચાલક નારાયણ ભુવન સ્ટ્રીટ અને અમીન સ્ટ્રીટ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે બસ વીજ પોલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

બસ ભટકાતા વીજ પોલ ધડાકા ભેર જમીન ઉપર તૂટી પડ્યો હતો. જેને પગલે રસ્તો બંધ થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આ ઘટના વહેલી સવારે બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં અકસ્માતને પગલે વીજ પોલને નુકશાન થયું હતું.આ બનાવ અંગે સ્થાનિકોએ વીજ કંપની અને પોલીસને જાણ કરી હતી. જેને પગલે વીજ કંપનીના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here