
ભરૂચ દશાલાડ મિત્ર મંડળ દ્વારા આ વર્ષે પણ જૂના ભરૂચ સ્થીત દશાલાડની વાડી ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે સાથે નવચંડી પણ યોજાયો હતો. આ નવચંડીમાં દશાલાડ જ્ઞાતીના ૩ યુગલોએ ઉત્સાહભેર ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
વિજયા દશમી બુધવાર તા.૫/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૮ કલાકથી નવચંડી યજ્ઞ શરૂ કરી સાંજે ૫ કલાકે આ યજ્ઞની પુર્ણાહૂતિ કરાઇ હતી. ત્યારબાદ માતાજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આરતી બાદ ઉપસ્થીત જ્ઞાતીજનો ડી.જે. ના સથવારે મનમુકી ગરબે ઘુમ્યા હતા. જે બાદ મહાપ્રસાદી યોજાઇ હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દશાલાડ મિત્ર મંડળના ચૈતન્ય શાહ,દિવ્યા શાહ,ચંન્દ્રેશ શાહ,પ્રવિણાબેન શાહ,કુંજબિહારી દલાલ,દેવલ ગાંધી,ભારતીબેન શાહ,વર્ષાબેન ભોગીએ ભારે જહેમત ઉઠાવી હતી.
ઉલ્લેખનીય છે કે દશાલાડ જ્ઞાતિના જ મિત્રો દ્વારા એક ગૃપ બનાવી આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિજયા દશમીએ જ્ઞાતીજનો એકત્રીત થઈ માતાજીની કૃપા મેળવે તે છે. આ કાર્યક્રમ માટે કોઇની પાસે કોઇ પણ જાતનો ફાળો ઉધરાવાતો નથી માત્ર અને માત્ર સ્વેછીક દાનની રકમ માંથી મહાઆરતી અને મહાપ્રસાદી યોજવામાં આવે છે.