
ભરૂચના અંબાજી ગ્રુપ દ્વારા આયોજીત વંદેમાતરમ ગરબા મહોત્સવ વેજલપુર ખાતે નવરાત્રના નવમાં દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું.
અંબાજી ગૃપ વેજલપુર ખાતે વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. અહીં ગુજરાતની શેરીઓમાં ગવાતા શેરી ગરબાઓમાં સૌથી મોટા શેરી ગરબા આયોજીત કરાય છે. શિસ્તબદ્ધ અને ટ્રેડીશન ડ્રેસમાં મોડે સુધી અહીં માતાજીની આરધના સાથે ગરબે ઘુમવામાં યુવાધન હિલોળે ચઢતું જોવા મળે છે. અહીં કોઇ પણ નાતજાતના ભેદ કે પાસ સિસ્ટમને અવકાશ ના હોય પ્રતિવર્ષ હકડેઠઠ માનવ મહેરામણ ઉમટે છે.આયોજકો દ્વારા અંબાજી પગપાળા યાત્રા,શેરી ગરબા સહિતના વિવિધ સમાજપયોગી કાર્યો કરવામાં આવે છે. નવરાત્રીના નવમા નોરતે નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુસ્યંત પટેલે વિશેષ હાજરી આપી ખેલૈયાઓનું જોશ વધારતા અંબાજી ગૃપ વેજપલુર દ્વારા તેમને સન્માનીત કરાયા હતા.