ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર- DSC ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, અતિથિ વિશેષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ચેરમેન ઇન્દિરાબેન રાજ, તપોવન સંસ્કાર કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા, ચેરમેન કિર્તી જોષી હાજર રહ્યા હતા.
ડ્રામાનો મુખ્ય વિષય માનવ કલ્યાણના લાભો માટે વિજ્ઞાન અને પ્રોધોગિક હતો. જેના ચાર અલગ અલગ પેટા વિષયો પર ભરૂચ જિલ્લાની ૭ જેટલી શાળાના ૫૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંકે રુકમણીદેવી રૂગંટા વિદ્યાલય-ભરુચ, દ્રિતીય ક્રમાંકે શબરી વિધ્યા પિડમ-ઝાડેશ્વર અને તૃતીય ક્રમે બી.એચ.પંડ્યા સ્કુલ-ઝાડેશ્વર રહ્યા હતા. કાર્યક્ર્મમાં નિર્ણાયક તરીકે સંદીપ કુલકર્ણી અને મોનીબેન વખારિયા એ સેવા આપી હતી. ડ્રામા માં ભાગ લેનાર તમામ વિધ્યાર્થી તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકને પ્રમાણપત્ર અને વિજેતાઓને મહેમાનશ્રીઓના હસ્તે પારિતોષિક, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના કો-ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ એ કર્યું હતું. પ્રથમ ક્રમાંકે આવનાર રૂકમણીદેવી રૂગંટા વિદ્યાલય-ભરૂચના વિદ્યાર્થીઓ આગામી સમય માં રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.