
સરકારના ૫રિ૫ત્રના મુજબ ચાલુ સપ્ટેમ્બર માસને પોષણમાસ તરીકે ઉજવવાનો આદેશ થયો હોય સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણમાસ ઉજવણી કરવામાં આવી હતી.
સુઠોદરા શાળાના આચાર્યા રેખાબેન દ્વારા બાળકોના વાલીઓ સાથે ટેલિફોનીક વાતચીત કરતાં બાળકોની વ્હાલી મમ્મીઓએ પોતાના બાળકો માટે ખૂબ સરસ અલગ અલગ પૌષ્ટીક વાનગીઓ બનાવી બાળકો સાથે શાળામાં હાજર રહયા હતા.અને શાળામાં પોષણયુકત વાનગી સ્પર્ધાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકો તથા વાલીઓેએ સ્પર્ઘામાં ઉત્સાહભેર ભાગ લીઘો હતો.અને પોતપોતાની અલગ અલગ વાનગીઓનુ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.ત્યાર બાદ આચાર્યા રેખાબેન દ્વારા બાળકોને વિવિઘ વાનગીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.અને વાનગીઓ માંથી મળતા વિવિધ વિટામિન વિશે જણાવ્યું હતું.અને ઘરનો પોષણયુકત ખોરાક ખાઇને તંદુરસ્ત રહેવાની અપિલ બાળકો તેમજ વાલીઓને કરવામાં આવી હતી.
આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો તેમજ શાળા ૫રિવાર,મઘ્યાહન ભોજન ૫રિવાર,આંગણવાડી ૫રિવારના સભ્યો હાજર રહ્યાં હતાં.તેમજ આચાર્યા દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યાં હતાં.
- રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ