
તાજેતરમાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને પ્રેગનંટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલી ગાય અને બચ્ચાના મોત થયા છે અને પાંજરાપોળમાં કેટલી ગાયોની અંદર લંમ્પી વાયરસ હોય જે માલધારી સમાજ નહીં ગાયોમાં સંક્રમણ ફેલાય તેવો ભય ઊભો થયો છે.
પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાના કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતા માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે અને જાહેર માર્ગો ઉપર રખડતી ગાયો તોફાને ચડતી નથી માત્ર આખલાઓ તોફાને ચડતા હોય છે.
પરંતુ માલધારી સમાજને હેરાનગતિ કરવા માટે દુધાળા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવે છે. જેના કારણે પાંજરાપોળની ગાયોના લંમ્પી વાયરસ માલધારી સમાજના દુધાળા પશુઓમાં સંક્રમણ ફેલાવાના કારણે ગાયો મોતને ભેટી રહી છે જેના કારણે માલધારી સમાજની ગાયોના મોતનું વળતર ચૂકવવા માટેની ભરૂચ માલધારી સમાજે આવેદન પાઠવી માંગ કરી છે.