
ભરૂચમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સબ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે આજ રોજ 0 થી 5 વર્ષ ના બાળકો માટે પોલીયો રસીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 102 બુથ ના તમામ 300 કર્મચારીઓ માટે જરૂરી સહાયતા ઉપલબ્ધ કરવામા આવી હતી.જેમા એમ્બ્યુલન્સ ધ્વારા તમામ કર્મચારીઓને પોલીયો બુથ સુધી પહોચાડવામા આવ્યા તથા તેમને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડો વિહંગ સુખડિયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ સહિતના સભ્યો સુથિયાપુરા બુથ ઉપર બાળકો ના રસીકરણ દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.