
આમોદ મામલતદાર કચેરીમાં આઉટસોર્સ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતાં મામલતદાર કચેરીમાં મહત્વની કામગીરી ખોરવાઈ ગઈ હતી.જેનાથી ગરીબોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.આધાર કાર્ડ,રેશનકાર્ડ,વિધવા સહાય,વૃદ્ધ સહાય આવકના દાખલા,જાતિના દાખલા, સેવાસેતુ સહિતની કામગીરી ઉપર અસર પડી હતી.
આઉટસોર્સ કર્મચારીઓની હડતાલને પગલે કચેરીઓ સુમસામ લાગતી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આઉટસોર્સ કર્મચારીઓએ અગાઉ આમોદ મામલતદાર તેમજ બે દિવસ પહેલા પ્રાંતઅધિકારીને પણ આવેદનપત્ર આપી વખતો વખત રજુઆત કરવામાં આવી છે. છતાં કોઈ નિવેડો આવ્યો નથી જેથી તેમણે આજ રોજ કચેરી બહાર વિવિધ માંગણીઓ સાથેના પ્લેકાર્ડ બતાવી હડતાલ ઉપર બેસી ગયા હતાં.
આઉટસોર્સ કર્મચારી વિશાલ વસાવાએ જણાવ્યું હતું કે અમોને સરકારી કર્મચારી ને મળતી સુવિધાઓ મળવી જોઈએ, સમાન કામ સમાન વેતન આપવું જોઈએ,આવી કારમી મોંઘવારીમાં નજીવા પગારે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું ?આઉટસોર્સ કર્મચારીઓએ કાયમી કરવા, આઉટસોર્સ પ્રથા બંધ કરવા માંગણી કરતા સુત્રોચાર કર્યા હતાં.
- રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ