
ભરૂચની જે પી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્લાસ્ટિક ફ્રી ભારત થીમ પર ભરૂચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંબસમગ્ર રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દોડવીરોએ આ દોડમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપમુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ, એ.એસ.પી. વિકાસ સુંડા, ભરૂચ નગરપાલીકાના પ્રમુખ અમીત ચાવડા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ અન્ય આગેવાનોએ દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ 21, 10, 5, અને 3 કિમીની મેરેથોન દોડમાં સમગ્ર ભારત દેશનાં જુદા વિસ્તારોમાંથી 2 હજાર કરતા વધુ દોડવીરોએ મેરેથોનમાં ભાગ લીધો હતો. સમગ્ર દોડનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. 21 કિમી મેરેથોન દોડના વિજેતા મૂળ સુરતના વતની દિવ્યેશ રાણાને ઇનામ પણ આપવામાં આવ્યું હતું.