મુન્શી મનુબરવાલા મેમો.ચે.ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. ખાતે કોનવોકેશન Ceremony – 2022 નું આયોજન તા. ૧૭/૦૯/૨૦૨૨ ના વિશ્વકર્મા દિને આ પ્રોગ્રામ ઉજવવાનું આયોજન થયું હતું. પ્રોગ્રામ ની શરુઆત તિલાવતે કલામે પાક્થી કરવામાં આવેલ. શાબ્દિક સ્વાગત પ્રવચન મુન્શી મનુબરવાલા મેમો.ચે.ટ્ર્સ્ટ ના ટ્ર્સ્ટી યુનુસભાઇ પટેલ સાહેબે કર્યું હતું .અને પ્રોગ્રામ ની રૂપરેખા અને પરિચય સંસ્થાના આચાર્ય આરીફ પટેલ દ્વારા કરવામાં આવેલ.
મુખ્ય મેહમાન હેમરાજ પટેલ (આસીસ્ટ્ન્ટ જનરલ મેનેજર એચ.સી.એસ.આર.) બીરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીજ લીમીટેડ નું પુષ્પગુચ્છ અને મોમેન્ટ દ્વારા સન્માન ટ્ર્સ્ટ્ના ટ્ર્સ્ટ્રી યુનુસભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ તથા અતિથિ વિશેષ તરીકે પધારેલ મેહમાન જતીનભાઇ પટેલ (ચીફ મેનેજર એચ.આર./આઇ.આર) ગુજરાત કેમીક્લ પોર્ટ લીમીટેડ નું પુષ્પગુચ્છ અને મોમેન્ટ દ્વારા સન્માન કારોબારી સમિતિના સભ્ય સલીમભાઇ અમદાવાદી દ્વારા કરવામાં આવેલ, ત્યાર બાદ મંચ ઉપર બિરાજ્માન મહાનુભવો દરેક વ્યવસાયમાં પ્રથમ અને દ્વીતીય ક્ર્મે ઉત્તીણ થનાર તાલીમાર્થીઓને ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા.
ત્યારબાદ AOCP ટ્રેડમાં પ્રથમ નંબર પર આવનાર તાલીમાર્થી પટેલ જેદ સાદિકે પોતાના અભ્યાસ કાળ દરમ્યાનના અનુભવો અને પોતાના ગુરુજીઓ દ્વારા મળેલ સારા ગુણોને વાગોળી પોતાની આ જ્ળ્હરતી સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા પછી પોતાના શિક્ષકો ના ફાળે જાય છે. તેવું શાબ્દિક પ્રવચન આપ્યું હતું. આ પછી ગુજરાત કેમીક્લ પોર્ટ લીમીટેડ માંથી પધારેલ મુખ્ય અતિથિ વિશેષ જતીનભાઇ પટેલ દ્વારા પ્રસંગને અનુલક્ષીને ઉદભોધન કરવામાં આવેલ જે માં તેઓએ સારી એવી છણાવટ ભરી માહિતી તાલીમાર્થીઓ ને આપી કંપનીના વાતાવરણથી માહિતગાર કર્યા હતા. જેમાં તેઓએ થિયરી પ્રેકટીકલ ની એક સુત્રતા, સેફટીનું મહત્વ, સ્ત્રી શિક્ષણ નારી રોજગાર, નારી સમ્માન નું સારી એવી વાતો કરી શ્રોતાગણ ને સંબોધન કર્યું હતું.
અંતમાં સંસ્થાના કારોબારી સભ્ય સલીમભાઇ અમદાવાદી આભારવિધિ કરી રાષ્ટ્રગીત સાથે પોગ્રામ નો પુર્ણાહૂતી કરેલ છે. આ તબક્કે ટ્રસ્ટ ના CEO શ્રી સુહેલભાઈ દુકાનવાલા તથા મહંમદપૂરા બ્રાન્ચ ના આચાર્ય લુકમાન પટેલ પણ હાજર રહ્યા હતા. સદર પોગ્રામ ની અનેકરિંગ ની જવાબદારી યુસુફ એ મતાદાર તથા નુહ પટેલ દ્વારા નિભાવવામાં આવી હતી, પોગ્રામ ને સફર બનાવવા માટે મુન્શી આઈટીઆઈ ના સ્ટાફમિત્રો ખડાપગે હાજર રહ્યા હતા.