
રન ફોર યુનિટી , રન ફોર પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા ને અનુલક્ષી ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા ૧૦૦ કિલોમીટર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભરૂચ રનીંગ ક્લબના દોડવીરો ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી ૧૦૦ કિલોમીટર નું રનિંગ કરી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ ભરૂચ પહોંચશે, આ દોડ દરમિયાન દોડવીર ઓ નર્મદા જિલ્લા અને ભરૂચ જીલ્લાની અંદર પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા માટેનું કેમ્પેન ચલાવશે. રસ્તા વચ્ચે એ જૂથ અથવા કાપડની થેલી આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રોત્સાહિત કરશે. સાથે સાથે પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી શું નુકસાન થાય છે એ વિશે અવગત કરશે. આ રનિંગ દોડ માં રોટરી ભરૂચ ફેમિના ની મહિલાઓ જૂથની બેગો પૂરી પાડવાનું કામ કરશે.
ક્લબના દોડવીરો જ્યારે ભરૂચ પહોંચે ત્યારે રોટરી ક્લબ ભરૂચ ફેમિના અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દોડવીરો નું સન્માન કરવામાં આવશે.