આજરોજ વાગરા વિધાનસભા બેઠકના પ્રભારી રાજેશભાઈ દેસાઈ દ્વારા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભામાં, ભરૂચ તાલુકા સમાવિષ્ટ નબીપુર જીલ્લાપંચાયત બેઠકના પારખેત, કેલોદ, કારેલા, બોરી, હલદર તેમજ પગુથણ ગામોમાં ભરૂચ તાલુકા સંગઠનના હોદ્દેદારો સાથે મુલાકાત લીધી.
મુલાકાત દરમ્યાન શકિત કેન્દ્ર સંયોજક, તાલુકા/ જી. પંચાયત સભ્યો, સરપંચો, પક્ષના સિનિયર આગેવાનો વગેરે સાથે બેઠકો કરી પક્ષના વિવિધ કાર્યક્રમો જેવાકે મતદાર યાદી સુધારણા, બાકી પેજ સમિતિ રચના, “મન કી બાત”,નું આગોતરુ આયોજન,કેન્દ્ર/ રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાની માહિતી, લાભાન્વિતોની યાદી, ચૂંટણીલક્ષી કામગીરી-નિયુકિત અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.