
ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 36મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાઈ તે હેતુથી અને રમતગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે માટે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન માટે “ CELEBRATING UNITY THROUGH SPORTS અંર્તગત તારીખ ૧૫ મી સપ્ટેમ્બરે ૨૦૨૨ના રોજ કાર્યક્રમની ઉજવણી નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના અધ્યકક્ષસ્થાને જે.પી. આર્ટસ કોલેજ ખાતે યોજાનાર છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જિલ્લાના સાસંદ મનસુખભાઈ વસાવા, અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલની ઉપસ્થિતિ રહેશે. તે ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વાગરાંના ધારાસભ્ય અરૂણસિંહ રણા ,જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, ઝગડીયાનાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાની ગરીમામય ઉપસ્થિતિ રહેશે.