ભારતીય ટ્રાઇબલ પાર્ટી દેશભરમાં AAPનો વિરોધ કરશે : છોટુ વસાવા

0
245

AAP સાથે ગઠબંધન તોડવાનું વલણ અપનાવતા, BTP વડાએ કહ્યું, “AAP દરેક પર શાસન કરવા માંગે છે પરંતુ અમે તેને મંજૂરી આપીશું નહીં, કારણ કે તેઓ ભાજપ સાથે છે. આ ટોપીઓ પહેરનારા લોકો અમારા પાઘડી પહેરનારાઓ પર અત્યાચાર કરતા હતા અમે દેશભરમાં તેમનો વિરોધ કરીશું.

ભારતીય ટ્રાયબલ પાર્ટી BTP એ આમ આદમી પાર્ટી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પેહલા જ રચનારા ગઠબંધનને તોડી નાખ્યું છે. હાલ આપના અરવિંદ કેજરીવાલ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે જ ઝઘડિયાના ધારાસભ્ય અને BTP સુપ્રીમો છોટુ વસાવાએ આ જાહેરાત કરી છે.

અરવિંદ કેજરીવાલે BTP સાથે જોડાણમાં શરત મૂકી હતી કે ગુજરાતમાં બિટીપી એ આપના ચિન્હ ઝાડુ અને આપની ટોપી ઉપર જ ચૂંટણી લડવી પડશે. જે BTP ના સર્વે સર્વા છોટુભાઈ વસાવાને મંજુર ન હોય તેઓએ આપ સાથેના ગઠબંધનને તોડી નાંખયાની જાહેરાત કરી દીધી છે.

આદિવાસીઓના મસીહા અને ઝઘડિયા MLA છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, આપ સબ નો બાપ થવા માંગે છે. ભાજપ BJP સાથે જ છે, અને ભાજપના સહકારથી આપ બધાનો બાપ થવા માંગે છે દેશની અંદર. તે વાત શક્ય નથી.ટોપીવાળાઓએ પાઘડીવાળા અમારા ઉપર જે ઝૂલમ ગુજાર્યો કે ગુજારવા માંગે છે. અમે પાઘડીવાળા આ ટોપીવાળાઓનો ગુજરાત અને દેશમાં વિરોધ કરવાના જ છે.

આગળની રણનિતિમાં BTP સુપ્રીમો એ કહ્યું હતું કે, અમારી સાથે OBC છે, માઈનોરિટી છે અને 12 થી 15 કરોડ આદિવાસીઓ. અમે અમારી પોતાની પાર્ટી બનાવીશું. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈ તેમને હાલ કોઈ શકયતા નથી અને સમય સંજોગો જોઈ આગળ વિચારાશે તેમ અંતમાં કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here