
ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા મળેલ સૂચના મુજબ ચાર દિવસના શિક્ષક દિન ઉજવણીનો કાર્યક્રમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝયનુલ આબેદીન સૈયદના માર્ગદર્શન હેઠળ આયોજીત કરાયા હતા.
આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને એક દિવસના ટીચર્સ બનાવી પ્રોત્સાહિત કર્યા હતા. તો બીજા દિવસે વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા “મેરા ટીચર મેરા હિરો વિષય ઉપર જુથ ચર્ચાઓનું આયોજન કરાયું હતું અને સેલ્ફી તેમજ રિલ્સ બનાવી હતી. જયારે ત્રીજા દિવસે તમામ તાલીમ વર્ગોમાં તેમના કૌશલ્ય અનુસાર હરીફાઈઓનું આયોજન કરાયુ હતું. જેમાં વેસ્ટ માંથી બેસ્ટ આર્ટીકલ મેકિંગ સ્પર્ધામાં વિલાસબેન સોલંકી પ્રથમ વિજેતા બન્યા હતા અને પ્રવિણાબેન ખુમાન દ્વિતિય વિજેતા બન્યા હતા.
કોંઢ તાલીમ કેંન્દ્ર માં ચેતનાબેન વસાવા પ્રથમ વિજેતા બન્યા હતા અને સાહિસ્તાબેન મોલવી દ્વિતિય વિજેતા બન્યા હતા તથા અન્ય હરિફાઈ મહેંદી સ્પર્ધામાં કોંઢ તાલીમ કેંન્દ્રના સના આફરીન ભટ્ટી તાલિમાર્થી પ્રથમ વિજેતા બન્યા હતા. તેમજ રોજમીનબેન મન્સૂરી દ્વિતીય વિજેતા બન્યા હતા.
આ ઉપરાંત જેએસએસ ભરૂચ દ્વારા કોંઢ તાલુકો વાલિયા કેન્દ્ર ખાતે અંકલેશ્વરના બ્યુટી એક્સપર્ટ શ્રીમતી રશ્મીબેન જોષીનો વાર્તાલાપ આયોજીત કર્યો હતો. જયારે ભરૂચ શહેરમાં પાંચબતી કેન્દ્ર ખાતે ફેશન ડિઝાઈન એકસપર્ટ શ્રીમતી નેહલબેન શાહના વાર્તાલાપનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.
કાર્યક્રમનાં અંતભાગમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના રીસોર્સ પર્સન / ટીચર્સ ઝેડ.એમ.શેખ, શ્રીમતી મીનાબેન પુરોહીત, શ્રીમતી અર્પિતાબેન રાણા, શ્રીમતી ઈલાબેન પટેલને બેસ્ટ કામગીરી અંતર્ગત એવોર્ડ એનાયત કરાયા હતા અને તેમની સંતોષપૂર્વક કામગીરીની નોંધ લઈ ચેરમેન ફિરદોશબેન મન્સુરીએ અભિનંદન પાઠવ્યા હતા.