
ભરૂચ જિલ્લા વાસ્મોના કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી વિવિધ માંગણી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
પોતાની માંગ અંગે તેમણે જણાવ્યુ હતુ કે ગ્રામ્ય પે જલ વાસ્મો સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા સર્વિસ રૂલ્સ -2002 નું કામ કરવામા આવે છે. સમાન કામ, સમાન વેતન મુજ્બ લાભો આપવામાં આવે,કર્મચારીઓને માટે પી.એફ.નો લાભ આપવા સહિતના નવ જેટલા પ્રશ્નોના નિરાકરણ માટેક ર્મચારી સંગઠન દ્વારા અનેક વખત લાગતા – વળગતા સતાવાળાઓ સમક્ષ રજૂઆતો કરવામા આવી હતી. છતાં તેનો કોઈ અમલ થતો નથી અને આ બાબતે રજૂઆત કરવા છતા વાસ્મો કચેરી દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નથી.
નલ સે જલ યોજનાની કામગીરી કરવામા આવી છતાં. કોઈ પ્રોત્સાહન કે અન્ય કોઈ લાભ કર્મચારીઓને આપવામા આવતો નથી. અંતે કર્મચારીઓ દ્વારા લડતનો માર્ગ અપનાવવામાં આવેલ છે. તેમજ અગાઉના દિવસોમાં પેનડાઉન અને માસ સી.એલ.સહિતના કાર્યક્રમો આપી લડત કરવાના હોવાનું જણાવ્યુ હતું સાથે જરૂર પડ્યે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.