સુરત VNSGU માં અવારનવાર છબરડાઓ સામે આવતા રહેતા હોય છે જેનાથી આપણે સૌ વાકેફ છીએ. વારંવાર આ પ્રકારના છબરડાઓને કારણે વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોમાં તેના કારણે રોષ જોવા મળતો હોય છે. જોકે હાલમાં VNSGU દ્વારા ભૂતકાળમાં કરેલ એક છબરડા ને સુધારવા માટે ની કવાયત હાથ ધરવામાં આવી છે.
આખરે LLB સેમેસ્ટર પાંચ ની પરીક્ષામાં થયેલી ભૂલ 8 મહિના બાદ યુનિવર્સીટી દ્વારા સ્વીકારવામાં આવી હતી. આટલું જ નહીં 1100 માર્કશીટ પરત મંગાવી હતી. આ જાહેરાતને કારણે વિદ્યાર્થીઓ એ રાહતનો શ્વાસ લીધો છે. સાથો સાથ જોકે હવે ત્રણ મહિના બાદ ભૂલ સ્વીકારવામાં આવતા વિદ્યાર્થીઓને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગયા ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવેલી LLB સેમેસ્ટર પાંચની પરીક્ષામાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. MCQ બેઇઝ પરીક્ષામાં જૂના નિયમો અનુસાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પીસી વિષયમાં જસ્ટ પ્રશ્નમાંથી લગભગ 19 પ્રશ્ન જુના નિયમો અનુસાર એટલે કે અભ્યાસક્રમની બહારના પૂછાયા હતા. આટલી મોટી ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે આ પ્રકારની ભૂલો કરીને પણ યુનિવર્સિટીએ ઇતિહાસ રચ્યો છે. આટલું નહીં આ ભૂલને કારણે અંદાજે 1100 જેટલા વિદ્યાર્થીઓ હેરાન થયા હતા.
તે સમયે LLB સેમેસ્ટર પાંચ ની પરીક્ષામાં એમસીક્યુ આધારિત પરીક્ષામાં પીસી વિષયમાં 50 પ્રશ્નોમાંથી લગભગ 19 પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછાયા હતા. એક વિષય આઇપીઆર માં પણ 10 પ્રશ્નોમાં ભૂલ હતી. ત્યારે આ છબરડા ની ફરિયાદ અંગે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જોકે આ છબરડા ને કારણે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ થયો હતો. VNSGU ના સેનેટ સભ્ય ભાવેશ રબારી એ પરિણામ મુદ્દે કુલપતિ અને કુલ સચિવને લેખિતમાં ફરિયાદ કરી હતી. જોકે હવે ત્રણ મહિના બાદ ભૂલ સ્વીકારવામાં આવતા વિદ્યાર્થીઓને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.