ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝનોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. ત્યારે ૩ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ ઘટનાને પગલે આસપાસના ગામલોકોએ તુરંત બસ સ્થળ પર જ ઉભી કરાવી દેવા સાથે ઇજાગ્રસ્ત બાળકોને ૧૦૮માં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી હતી.
આ ઘટના બાદ ભરૂચ તાલુકામાં આવેલાં શુકલતીર્થ, ઝનોર સહિત આસપાસના સાત ગામોને આવરી લેતા વધુ સંખ્યામાં એસ.ટી.બસોની માંગ નહિ પુરી થતાં વહેલી સવારથી શુકલતીર્થ રોડ પર એસ.ટી.બસ રોકો આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.
આ મામલે આગેવાન મહેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, પૂર્વ પટીના ગામડાંમા તવરા થી લઈ સિધોત ઝનોર રૂટની જૂના શીડીયૂલના બસ રૂટ (ટ્રીપ) બંધ કરી દેવાતા પૂર્વ પટીના શુકલતીર્થ નિકોરા ના સ્કૂલે જતા બાળકો તેમજ પેસેંજરોને ખુબ હાલાકી ભોગવવી પડે છે. ગત તારીખ 02/09/2022 શુકલતીર્થ ગામે સ્કૂલ જતા બાળકો ભીડ ભાડ વાળી બસમાં ચડતા નીચે પટકાતા ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ભરૂચ લઈ જવામાં આવ્યા હતા જ્યા પૂર્વ પટીના આગેવાન મહેશભાઈ પરમાર તેમજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પહોચ્યા હતા. અને ઈજા પામનાર વિધાર્થીઓના પરિવારને સાતવ્નતા આપી હતી.જેથી આજ રોજ તારીખ.03/09/2022 અંગારેશ્વર ની આસપાસના લોકોએ એસ.ટી તંત્રના ખારે ગયેલ વહીવટ સામે ઉગ્ર વિરોધ કરી એસ.ટી તંત્રના પૈડા સવારથી થંભાવી દિધા હતા અને સાત ગામો માં બસો વધારાય તેવી માંગ પણ કરી હતી.
તેમના જણાવ્યાનુસાર વારંવાર વિદ્યાર્થીઓનું ભાવિ ના જોખમાય તે માટે તેઓ દ્વારા સાત ગામોને આવરી લેવા આ રૂટો ઉપર વધુ બસની માંગ કરવા છતાં ડેપો દ્વારા કોઇ બસ ના ફાળવવાના પગલે આવતી બસમાં મજ્બુરીથી વિદ્યાર્થીઓને બેસવાની ફરજ પડે છે તેના પગલે ભીડ વધવાથી ધક્કામુક્કીમાં બાળકોના જીવનું જોખમ પણ ઉભું થાય છે. માટે જો સત્વરે વધુ બસ નહીં ફળવાય તો માત્ર બસ રોકઓ આંદોલન જ નહીં પણ આનાથી વધુ ઉગ્ર આંદોલન કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.