આમોદ તાલુકાના જુના કોબલા ગામે યુવાનને મગર પાણીમાં ખેંચી જતા મોત

0
95

આમોદ તાલુકાના નવા કોબલા ગામે રહેતો હસમુખભાઈ ભાઈલાલભાઈ રાઠોડ નામનો યુવાન જુના કોબલા ગામે કામ અર્થે ગયો હતો. જ્યાં તે ઢાઢર નદી કિનારે જતાં તેનો પગ લપસી જતાં ઢાઢર નદીમાં રહેતાં વિશાળકાય મગરે તરાપ મારી નદીના પાણીમાં ખેંચી ગયો હતો.જ્યાં હાજર લોકોએ પણ યુવાનને મગર ખેંચી લઇ જતાં નજરે નિહાળ્યો હતો.અને વિડિઓ પણ બનાવ્યો હતો.

કોબલા ગામના તલાટીએ હાજર લોકોનો પંચકયાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.તેમજ તંત્રને પણ જાણ કરતાં આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર. આર.પરમાર તેમની ટીમ સાથે કોબલા ગામે પહોંચી મગરને રેસ્કયુ કરવાની તજવીજ હાથ ધરી છે.જયારે આમોદ મામલતદાર એસ.એસ. ગાવીત પણ પોતાની ટીમ સાથે કોબલા ગામે પહોંચી ગયા હતાં.અને આસપાસના ગામલોકો મોટી સંખ્યામાં યુવાનને ખેંચી જતા મગરને જોવા માટે ટોળે વળ્યાં હતાં.

  • મહાકાય મગર યુવાનની લાશ સાથે ત્રણ કલાક સુધી પાણીમાં રમતો રહ્યો

આમોદ તાલુકાના જુના કોબલા ગામે હસમુખભાઈ ભાઈલાલ રાઠોડનો ઢાઢર નદીમાં પગ લપસી જતાં તેને મગર નદીમાં ખેંચી ગયો હતો.ત્યાર બાદ મગર સતત ત્રણ કલાક સુધી નદીના પાણીમાં યુવાનની લાશ સાથે રમતો રહ્યો હતો જે મગર લાશને થોડી થોડી વારે પાણીમાં લઈ જઈ બહાર કાઢતો હતો.જેથી હાજર લોકો પણ મગરને જોઈને વિડિઓ બનાવતાં રહ્યાં હતાં.

  • રિપોર્ટર : વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here