આજે ગણેશ ચતુર્થીથી સાર્વજનિક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શુભ મુર્હતમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું હતું, ભરૂચમાં પણ વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
ગત વર્ષે કોરોનાના કારણે ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ન હતી, પરંતુ આ વર્ષે સરકારે ગાઈડલાઈન જાહેર કરી ગણેશ મહોત્સવની ઉજવણી માટે મંજૂરી આપી છે. જેથી આજથી શ્રદ્ધાળુઓ પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં લીન બન્યા છે.૧૦ દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે. ૧૦ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિધ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે.