• દર્શન માત્રથી મનુષ્યના અભિમાનને ચકનાચુર કરતા ગુમાનદેવ

ઝઘડીયાના ગુમાનદેવ ખાતે આવેલ ગુમાનદેવદાદાનું મંદિર અતિપ્રચલિત છે.અહીં બિરાજમાન ગુમાનદેવદાદા હાજરાહજૂર હોવાની લોકોમાં આસ્થા છે.તે પોતાના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

પવિત્ર શ્રાવણ માસના શનિવારે દરેક હનુમાન મંદિરોમાં સુંદરકાંડ,ભજન,ભંડારા યોજવામાં આવશે.તેમાંય ઝઘડીયાના ગુમાનદેવ મંદિર પ્રત્યે ભકતોને આસ્થા હોય દુરદુરના ગામોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટશે.આ મંદિર સાથે વણાયેલ દંતકથા મુજબ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ હનુમાનજી ભગવાન રામ સાથે અયોધ્યામાં આવીને વસ્યા. શ્રી રામાનંદ સંપ્રદાયના મહાન સંત શ્રી સ્વામી ગુલાબદાસજી અયોધ્યાના આ હનુમાનગઢીની સાગરીયા પટીના સંત હતા તેઓ ૫૦૦ વર્ષ અગાઉ ઝઘડીયા નજીક આવેલ મોટા સાંજા ગામ પાસે આવી વસ્યા હતા.

ત્યાં એક રાતે ગુલાબદાસજીને એવો ભાસ થયો કે જાણે હનુમાનજી તેઓના સ્વપ્નમાં આવી સંકેત આપે છે કે અહીં થોડા જ અંતરે મારી મુર્તી છે અને એક શીયાળ તેને વળગી રહ્યું છે અને કેટલાક લોકો તેને મારીનાંખવા માટે મારી રહ્યા છે તમે ત્યાં જઈ તેનું રક્ષણ કરો.આવો ભાસ થતાં જ ગુલાબદાસજી ત્યાં ગયા અને તે જગ્યાએ કેટલાક ગોવાળો એક શીયાળને મારી રહ્યા હતા.

આ શીયાળવિ મુર્તિને ચોંટી રહી હતી.ગોવાળીયાઓ આ શીયાળ રોજ જ આમ કરે છે કહેતા ગુલાબદાસજીએ આદેશ કર્યો કે ભાગ હીંયા સે એમ કહેતા જ શીયાળ નાસી છુટયું હતું. આ ચમત્કાર આસપાસના ગામોમાં પહોંચતા લોકો દર્શનાર્થે પહોંચ્યા હતા. ત્યારબાદ ગુમાનદેવ દાદાની મૂર્તિ હનુમાન જયંતિના દિવસે સ્થાપીત કરવામાં આવી હતી.અહીં હનુમાનજી હાજરા હજૂર હોવાના પરચા અનેક ભકતોને મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here