એક તરફ નર્મદા ભયજન સપાટીને આંબી ધસમસતા પ્રવાહ સાથે વહી રહી છે.ત્યારે બીજી તરફ સહન શક્તિના અભાવે એક યુવતીએ આજે બપોરે ૪.૩૦ની આસપાસ કોઇ કારણોસર નર્મદામૈયા બ્રિજ ઉપરથી પાણીમાં અચાનક છલાંગ લગાવતા તે ઘડાકાભેર પાણીમાં પડી અને કુકરવાડા તરફ તણાવા લાગી હતી.
જોકે નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવેલ યુવતી ને પાણી માં ડૂબતી જોઈ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકો દ્વારા તાત્કાલિક રેક્સ્યુ હાથ ધરી અને મહામુસીબતે આ યુવતીને બચાવી લઇ તેને ૧૦૮ની મદદ વડે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાઇ હતી.
આ ઘટના બની ત્યારે સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી ફોટા અને વીડિયો ઉતારી રહ્યા હતા અને અવાજ સાથે નીચે પટકાતી યુવતીને જોતા તરત એક્શનમાં આવ્યા હતા. સ્થાનિક તરવૈયા, નાવિકોને જાણ કરતા તેઓ પણ તરત દોડતા થયા હતા.
હાલમાં ડેમમાંથી ધસમસતા 1.45 લાખ ક્યુસેક વહેતા નીર વચ્ચે યુવતી નર્મદા મૈયા બ્રિજ, ગોલ્ડનબ્રિજ અને રેલવે સિલ્વર બ્રિજ વટાવી સડસડાટ આગળ વહેવા લાગી હતી. નવિકોએ તેને ઉગારી લઈ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ભરૂચની હરિ દર્શન સોસાયટીની યુવતીએ કેમ પાણીમાં ઝપલાવ્યું તે વિશે માતા પિતાએ અકળ મોંન સેવ્યું હતું.