ભારે વરસાદ બાદ ઈન્દીરા ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા,ભરૂચ અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઉભું થવાની ચેતવણી આપવામાં આવી છે.હાલમાં નર્મદા નદી અંકલેશ્વર બાજુમાં 26.50 ફૂટે ભયજનક સપાટીએ વહી રહી છે,અંકલેશ્વર સાઇડ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા પણ સૂચનો આપવામાં આવી છે.

23મી ઓગષ્ટના રોજ બપોરે 3 કલાકથી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે બુધવારે સાંજથી ગોલ્ડનબ્રિજ ખાતે મંગળવારે રાત્રીના 11.00 કલાકે સપાટી 24.30 ફૂટ પહોંચી છે. નર્મદા નદીના જળ સ્તરે ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના કારણે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. જેના કારણે અંકલેશ્વર સાઇડ નર્મદા કાંઠાના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહીને સલામત સ્થળે ખસી જવા સૂચનાઓ આપવામાં આવી છે.

નર્મદા ડેમ માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. અંકલેશ્વર બાજુએ નર્મદા નદી તેના વોર્નીગ લેવલ 22 ફૂટ ઉપર ભયજનક 24 ફૂટ વટાવી 26.50 ફૂટે વહી રહી છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા કાંઠાના કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. અંકલેશ્વરના નર્મદા કાંઠાના 2 ગામો સરફુદ્દીન, ખાલપીયા, ગામોને એલર્ટ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here