
અંકલેશ્વરમાં વરસાદી માહોલ અને નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 5 લાખ ક્યુસેક પાણીના કારણે અનેક ખાડીઓ, નહેરો ઓવરફ્લો થઈ છે. ત્યારે અંકલેશ્વર શહેરની આમલાખાડી પણ ઓવરફ્લો થતાં હાઇવેથી પીરામણ ગામને જોડતો માર્ગ બંધ થયો છે.
અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વર શહેરમાં 24 કલાકમાં 10 મિમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંકલેશ્વરની આમલાખાડી ઓવરફ્લો થતાં પીરામણ ગામથી વાલિયા ચોકડી હાઇવેને જોડતાં માર્ગ પર પાણી ફરી વળતાં ત્યાંથી પણ અવર-જવર કરતા વાહન ચાલકોને અસર થઈ છે.