
સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હૉલ ખાતે કલ્ચરલ ફેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભરૂચ જિલ્લા માં વસતા વિવિધ રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરલ, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, ઓરિસ્સા, પંજાબ ના લોકો પોતાના રાજ્યોની મહત્તા દર્શાવતી વિવિધ કૃતિ ઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમ માં પ્રો લાઈફ ફાઉન્ડેશન અને પ્રજ્ઞા ગ્રૂપ દ્વારા કાર્યક્રમ ને સ્પોન્સર કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર ના ઉપદંડક અને ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા , ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા , રોટરી ક્લબ ઓફ ભરુચ ના પ્રમુખ ડૉ વિહંગ સુખડિયા, સેક્રેટરી ઉક્ષિત પરીખ, ઇવેન્ટ ચેરમેન રાહિલ પટેલ સહિત ના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન વડોદરા ના કલાકાર જિંદલ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું.