કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી.તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા કેકટરે આ પર્વે પોતાની પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આઝાદીના જંગમાં ભારતની આઝાદી માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલિ આપી હતી.તેમણે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર ઘેર તિરંગો લહેરાવનારા સૌને અભિનંદન આપ્યા હતા.દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આઝાદીની લડતમાં ભરૂચ અને જંબુસરનું યોગદાન યાદ કરતાં ભાવાંજલી અર્પણ કરતાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે, ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં ભરૂચ જિલ્લાનું આગવું સ્થાન છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકા૨નાથ ઠાકુ૨, છોટુભાઈ પુરાણી અને છોટે સ૨દા૨ ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવા ભરૂચ શહે૨-જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અવિ૨ત પ્રયાસો તથા એમના બલિદાનને આપણે એળે જવા દેવાનું નથી તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી.
આ અવસરે શાળાના બાળકો નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લા કલેક્ટર તુષાર કલેક્ટર ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક નિવાસી અધિક કલેક્ટરને અર્પણ કર્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ પટાંગણમાં મહાનુભાવોના વૃક્ષારોપણ હસ્તે કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય મહાપર્વના અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામી,પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ,નિવાસી અધિક કલેકટર જે ડી પટેલ તથા,જિલ્લા – તાલુકાના આગેવાન પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં