અખંડ ભારતના સંકલ્પ સાથે ડૉ પ્રવીણ તોગડીયા સ્થાપિત આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અંખડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આજરોજ ૧૪મી ઓગષ્ટ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભરૂચ શહેર અને જીલ્લામાં અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડૉ પ્રવીણ તોગડિયાનાં નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અખંડ ભારત સંકલ્પ દિવસનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર અને જીલ્લાના વિવિધ ૫૧ સ્થળ પર અખંડ ભારતનાં ભગવા ધ્વજ લહેરાવવામાં આવ્યા હતા.જેમાં ભરૂચ શહેરના તમામ સર્કલ રેલવે સ્ટેશન, બ્રહ્માકુમારી સર્કલ, પાંચબત્તી, મોહમદ પુરા સહિતના સર્કલો પર AHP ના આગેવાનો અને કાર્યકરો ના હસ્તે અખંડ ભારતના ભગવા ધ્વજને લહેરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ સેજલ દેસાઈ, સહિત AHP ના સંજય વસાવા, મયુર પટેલ,દીપકભાઈ મરાઠા, રાકેશ રજવાડી,રાહુલ વસાવા, હેમંત પટેલ સહિતના કાર્યકરો જોડાયા હતા.