ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના ઘરે જઈને કલેકટર તુષાર સુમેરાએ સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવી તથા સુત્તરની આંટી પહેરાવી અને શાલ ઓઢાડી બહુમાન કર્યુ
દેશની મહામુલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે જિલ્લા કલેકટરે અનોખી સંવેદના પ્રગટ કરી હતી. ભરૂચ શહેરના સ્વતંત્ર્ય સેનાની લલ્લુભાઈના ચકલા પાસે કૈસુરમામાના ચકલામાં રહેતા કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારને ઘરે જઈને કલેકટરે સ્વાતંત્ર્યપર્વની શુભેચ્છાઓ પાઠવવા સાથે સુત્તરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.
આ વેળાએ જિલ્લા નિવાસી કલેક્ટર શ્રી જે ડી પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.