
ભરૂચ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને ઝાડેશ્વર સાંઇ મંદિરથી ચિત્રકુટ સોસાયટી મહાદેવ મંદિર સુધી જિલ્લા મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે રાષ્ટ્રગીત સાથે પૂર્ણ થઈ હતી.
જિલ્લા મહિલા મોરચાના કામિનીબેન,સુરભિ તમાકુવાલા,સંયોજક અમીષાબેન સહિત મોટી સંખ્યામાં નિકળેલ તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગમાં રંગાયુ હોય તેવો નજારો જોવા મળ્યો હતો. કહી શકાય કે રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમ છલકાયો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાષ્ટ્રનિર્માણ માટેની પ્રતિબધ્ધતાને મૂર્ત સ્વરૂપ આપવા તેમજ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે આપણો રાષ્ટ્રધ્વજ ‘તિરંગો’ ઘરે-ઘર ફરકાવવાના ઉદેશ્ય-સંદેશ સાથે નિકળેલ આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય અને મુખ્ય દંડક દુષ્યંત પટેલે ખાસ હાજરી આપી બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.