
દેશ આઝાદ થયો તેના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે.
જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના ફાયર સ્ટેશનથી તિરંગા યાત્રા પ્રસ્થાન થઈ રેલ્વે સ્ટેશન સર્કલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજી લોકોને રાષ્ટ્રધ્વજ સાથે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગ આપવા ઠેર ઠેર લોકજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.