વનીકરણ વિભાગ, ભરૂચ જિલ્લા કક્ષાના ૭૩માં વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમ શુક્રવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.
સમારોહમાં સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક ઉર્વશી બેન આઈ પ્રજાપતિ વતી સ્વાગત પ્રવચન કરાયું હતુ. જ્યાં ધનિષ્ઠ વૃક્ષારોપણને સાર્થક કરવા “ગ્રીન જિલ્લો ભરૂચના” અભિયાનને સાર્થક બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
આ સમારોહના અધ્યક્ષ દુષ્યંત પટેલે પ્રેરક ઉદબોધન આપતાં જણાવ્યું હતું કે, કાર્બન ડાયોક્સાઈડને શોષણ કરે તેવા વૃક્ષો વાવવા જોઈએ.તદુપરાંત ભરૂચ જિલ્લાના મોટાંભાગનાં તાલુકાઓમાં ઔદ્યોગિક એકમ આવેલાં છે. ત્યારે આપણે ભરૂચ જિલ્લાને ૩૩ ટકા હરિયાળું બનાવવાં અગ્રેસીવ બની વધારેમાં વધારે પ્રયત્ન કરવા સાથે પર્યાવરણની જાળવણી કરવું જોઈએ.
આ સમારોહ પ્રસંગે, ગોચરની જમીનમાં વૃક્ષોનું વાવેતર કરી ઉત્કૃત કામગીરી કરે તેવી ગ્રામ પંચાયતોને સરકારે પ્રોત્સાહન આપવા જિલ્લાની ચાર ગ્રામપંચાયતને મહાનુભવોના હસ્તે ચેક વિતરણ કર્યા હતાં. ઉપરાંત વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોઈ તેવા વન વિભાગના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર અપાયા હતાં. અને વૃક્ષારોપણ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે, ભરૂચની અગ્રણી સંસ્થાઓને પ્રસસ્તી પત્ર અપાયા હતાં.
જીલ્લાઅઘ્યક્ષ અલ્પા બેન પટેલે વન મહોત્સવ પ્રસંગે કહ્યું કે, પર્યાવરણ જાગૃતિ અંગે ગુજરાત સરકારે આંધળી દોટ નહી પણ કાઉન્ટર વિકાસ કર્યો છે. સરકારે અનેક યોજના થકી વનને ઘનિસ્ટ કરવાના પ્રયત્નો કર્યા છે.
૭૩માં વન મહોત્સવની ઊજવણી કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લાઅધ્યક્ષ અલ્પાબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત સભ્ય સંજયસિંહ, ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, નાયબ નિવાસી કલેકટર જે. ડી પટેલ, નર્મદા સરોવર યોજનના કાર્યપાલક ઈજનેર બી.એસ પટેલ, નાયબ વન સંરક્ષક ઉર્વશી બેન આઈ પ્રજાપતિ, વન સંરક્ષક સામાજિક વનીકરણ તેમજ વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ તેમજ ભરૂચની અગ્રણી સંસ્થાઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.