ગુજરાત માં ગાયોમાં લમ્પી વાયરસ ઝડપથી ફેલાઇ હજારો ગાયો ના મોત થતાં રાષ્ટ્રીય કિસાન પરિષદે વિવિધ માંગ સાથે ભરૂચ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
જેમાં રાષ્ટ્રીય કિસાન પરિષદના અધ્યક્ષ જશવંતસિંહ ગોહીલે જણાવ્યું કે વેટરનરી હેલ્થ ઇમરજન્સી પશુ આરોગ્ય ઇમરજન્સી તાત્કાલિક જાહેર કરવામાં આવે., લમ્પી વાયરસ ને ગાયોની મહામારી ( COW APIDEMIC ) જાહેર કરવામાં આવે, ગુજરાત સરકારનો બધોજ વેટરનરી સ્ટાફ પ્રાઇવેટ ડેરીઓ નો વેટરનરી સ્ટાફ અને વેટરનરી કોલેજ ના બધા જ વિદ્યાર્થીઓ ને એક છત નીચે લાવી દરેક ને તાલુકામાં વહેંચી દેવામાં આવે., વાહન આપવામા આવે અને ગાયો ની સારવાર તથા વેક્સીન માટે એમને કામે લગાડવામાં આવે અને જરૂર પડેતો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન થી વેટરનરી સ્ટાફ બોલાવવામાં આવે.
એક અઠવાડિયામાં બધીજ ગાયો અને પશુઓ ને રસી આપવામાં આવે તે માટે ભારત ના બધાજ રાજ્યો માં થી લમ્પી વેક્સીન મગાવવામાં આવે, દરેક ગામમાં આઇશોલેશન સેન્ટર બનાવવામાં આવે અને ખર્ચે ની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે., સાથે દરેક ખેડૂત માલધારી કે પશુપાલક ની લમ્પી વાયરસ થી મરનાર દરેક પશુ દીઠ રૂ .50000 ની સહાય સરકાર તરફથી આપવામાં આવે.ની માંગણી કરાઇ છે અને ગુજરાતમાં 5 હજાર થી વધારે ગામડાઓ માં ફેલાયેલું આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ , રાષ્ટ્રીય બજરંગદળ અને રાષ્ટ્રીય કિસાન પરિષદ ના સંગઠન સરકાર ને મદદરૂપ થવા સંપૂર્ણ તૈયાર હોવાનું પણ જણાવાયું છે.