
રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ટ્રાફિક બ્રિગેડ ના જવાનો ને રેઇનકોટ ના વિતરણ નો કાર્યક્રમ ભરૂચ ના ધારાસભ્ય તથા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ , પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, બી ટી ઈ ટી ના પ્રમુખ અનિષ પરીખ, રોટરી ક્લબ ના પ્રમુખ ડો વિહંગ સુખડીઆ ના હસ્તે કરવામા આવ્યું.
બી ટી ઈ ટી ના પ્રમુખ અનિષ પરીખે ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત કર્યું હતું. પોલીસ અધિક્ષક ડો લીના પાટીલે તેમના વક્તવ્ય મા ટ્રાફીક બ્રીગેડ ના જવાનો ની કામગીરી ને બીરદાવી હતી તથા ઉપસ્થિત રોટરી ક્લબ ના સભ્યો અને ટ્રાફીક બ્રીગેડના જવાનોને ઇ એફ આઈ આર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે ટ્રાફીક બ્રીગેડ ના જવાનો ને સરકાર ની વિવિધ આરોગ્યલક્ષી તથા અન્ય યોજના ઓનો લાભ લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબ ના સેક્રેટરી ઉક્ષિત પરીખ , બી ટી ઈ ટી ના સેક્રેટરી ડો સુકેતુ દવે તથા મોટી સંખ્યા મા રોટરી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા , કાર્યક્રમ ની આભારવિધિ ડો વિહંગ સુખડીઆ એ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મનરીત બુનેટે કર્યું હતું .