દ્રૌપદી મુર્મુએ દેશના પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ૧૫મા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવ્યો છે. દ્રૌપદી મુર્મુએ ૬૪ ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે.
અનુસૂચિત જાતિ દ્વારા આજરોજ ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં ફટાકડા ફોડી એકબીજાનું મોઢું કરાવી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય રેલી પાંચ બત્તીથી નીકળી સ્ટેશન સ્થિત આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી રેલીની સમાપન કરવામાં આવ્યુ હતું.
આ વિજય રેલીમાં રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કામિનીબેન પંચાલ, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, દક્ષાબેન પટેલ, પ્રકાશભાઈ મોદી, રાજેન્દ્રભાઈ સુતરીયા, હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.