
ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથકમાં નેત્રંગ તાલુકાની ગણના થાય છે.નેત્રંગ સહિત આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરતાં રહીશો મોટી સંખ્યામાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના જવાહર બજારમાં આવતા હોય છે.દર મંગળવારે હાટ બજાર ભરાતું હોવાથી ભારે બજારમાં ઘસારો રહે છે.
ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ નેત્રંગ ટાઉનના ગાંધીબજારથી જવાહર બજાર અને ચાર સ્તા જોડતા માર્ગનું ભારે ધોવાણ થતાં રસ્તાના નિમૉણ કાર્યમાં ભારે ભ્રષ્ટાચાર થયાનું લોકમુખે ચચૉઇ રહ્યું છે. વાહનચાલકોની મામુલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવ્યો છે. તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે નેત્રંગના મેઇન બજારના રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે.
- ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ