આમોદ તાલુકાની ઘમણાદ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ થી ૮ ના ૧૫૦ થી વધુ બાળકોને આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ તરફથી અભ્યાસલક્ષી કીટ આપવામાં આવી.
વડોદરાની આઝાદ યુથ કાઉન્સિલ સંસ્થાના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા શાળાના બાળકોને અભ્યાસલક્ષી કીટ જેમાં દફતર,ચોપડા,કંપાસ,વોટર બેગ સહિતની વસ્તુઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.બાળકોને શિક્ષણ કીટ મળતા આનંદ વિભોર બની ગયા હતાં.શાળા પરિવાર,સરપંચ તેમજ ગામના આગેવાનો તરફથી આઝાદ યુથ કાઉન્સિલના દિલીપસિંહ બાપુ,રોનકભાઈ ચૌહાણ,બળદેવભાઈ પટેલ,જશુભાઈ પટેલ,જીજ્ઞેશભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે ગામના સરપંચ વિરાજસિંહ રાજ,પ્રદીપસિંહ રાજ,શાળાના બાળકો,શિક્ષકગણ,સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો તેમજ ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ