જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ વર્લ્ડ યૂથ સ્કિલ ડે ઉજવણીનું આયોજન કરાયું હતું.
યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમા નક્કી થયા મુજબ યુવાઓમાં જાગૃતિ અને ટેકનિકલ અને વોકેશનલ તાલીમ વિશે ઈચ્છા શકિત જાગૃત થાય તે માટે દર વર્ષે 15મી જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. ભારત સરકારમાં નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ મીશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ 15મી જુલાઈ 2015 થી સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે.જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
નિયામક ઝયનુલ આબેદિન સૈયદના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓમાં સ્કિલ સંવાદ તથા સ્કિલ ઈન્ડિયા કવીઝ તેમજ સોશયલ મીડિયા રિલ્સનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સહકારી સંઘનાં તાલીમ નિષ્ણાત રેશમાબેન પટેલ તથા અંકિતભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા અને જેએસએસના ફિલ્ડ કોઓર્ડિનેટર ક્રીષ્ણાબેન કથોલીયા, રિસોર્સ પર્સન ગીતાબેન સોલંકી, કોમ્પ્યુટર વિભાગના ઝૂબેદભાઈ શેખ તથા સ્ટાફ સભ્યો ઝહીમ કાગઝી, શ્રીમતી હેતલ પટેલ, ઝેડ.એમ.શેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.