નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા પ્રમાણ માં આદિવાસી વિધાર્થીઓ શિક્ષણ મેળવી રહયા છે , દેડીયાપાડા ખાતે તા 11 મી ના રોજ મુશળધાર વરસાદ ખાબકતા શાળાનાં વર્ગ ખંડોમાં પાણી આવવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, ત્યારે વર્ગ ખંડોમાં પાણી ભરાયા હતા, જેથી કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું, આ તમામ બાબતો વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કફોડી હાલત જોવા મળી રહી છે, વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહયો છે, હાલમાં તો ખુલ્લા આસમાન નીચે વરસતા વરસાદમાં બાળકો અભ્યાસ કરી રહયા છે.
વર્ષ 1961 માં સ્થાપના થયેલ દેડીયાપાડા નું એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લા ની મોટામાં મોટી શાળા તરીકે ઓળખાય છે, જેની સ્થાપના થયાં ને 60 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતું શાળાના કોઇ ઠેકાણા જ નથી, નિર્માણ થયાને છ-છ દાયકાઓ વીત્યાં છતાં આજે આદિવાસી વિધાર્થીઓ વરસતા વરસાદમાં આસમાન નીચે ભણવા મજબુર બન્યા છે! આ શાળા કોંગ્રેસ ની વિચારધારા ધરાવતા ટ્રસ્ટી મંડળ દ્વારા ચલાવવામાં આવે છે, તો શું રાજ્ય સરકાર આ શાળા ને કોઇ અનુદાન કે નાણાકીય સહાય જ આપતી નથી ? જો આવું હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર ની ભાજપા સરકાર નર્મદા જીલ્લા ને તો એસ્પિરેસોનલ જીલ્લા તરીકે અનેક કામગીરીઓમાં પોતાનાં વિકાસના ડંકા વગાડી રહી છે,તો પછી આદિવાસી વિધાર્થીઓ ખુલ્લા આસમાન માં અભ્યાસ કરવા મજબુર કેમ ?
અહીં વિધાર્થીઓને ક્યાં બેસી અભ્યાસ કરવો તેનો પ્રશ્ન છે, વાલીઓ પણ શાળાની નવીન ઇમારત બને એવો મત પ્રગટ કરી રહ્યા છે, ત્યારે આ સંસ્થાના સંચાલકો, રાજકીય નેતાઓ અને સરકારે આ શાળાની નવી ઇમારત બનાવવાની દિશામાં પહેલ કરવી પડશે ત્યારે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ભાવી સલામત બનશે.
- સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા(નર્મદા)