શુક્લતીર્થ તવરા ને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અનેક વાહન પાણીમાં અટવાયા

0
89

ભરૂચમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર વરસી રહ્યો છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી પડતી હોય છે. ત્યારે આજે ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરો દ્વારા બેફામ ખોદકામ અને આડેધડ બાંધકામને લઈ વરસાદી પાણીના નિકાલ ન હોવાના કારણે આજે સમગ્ર વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ફરીવળતા વાહન ચાલકોએ ધંધા રોજગાર અર્થે જતા લોકો,શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.લોકોએ કમર સમા પાણી માંથી પસાર થવું પડ્યું હતું.

ઝાડેશ્વર ચોકડીથી તવરા શુક્લતીર્થ નિકોરા અંગારેશ્વર ઝનોર આમ 18 થી 20 ગામડાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આજે આ મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરોની અન આવડતના કારણે આજે વાહન ચાલકો પાણીમાં અટવાયા હતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ જતા ધક્કા મારવાની પણ ફરજ પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here