ભારતીય હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાતા તંત્ર સાબદુ બન્યું છે.
ભરૂચ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા અગમચેતીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નાગરિકોને સતર્કતા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવામાં આવી છે.તો ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ પણ ભરૂચ જિલ્લામાં કોઇ જાનહાની કે નુકશાન થયા હોય તો તે અંગે ભાજપાનું ધ્યાન દોરવા અને ભાજપ અગ્રણીઓએ સતત પ્રજાની વચ્ચે રહી એકબીજાને મદદરૂપ થવા અપીલ કરી છે.