જૂના ભરૂચના લોકો પાલિકા હોય કે ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રજાની સુવિધાના બહાને કરાતા આડેધડ ખોદકામ અને તેના અપુરતા પુરાણના પગલે ત્રાહીમામ પોકારી ઉઠી છે.
જેમાં આખા જૂના ભરૂચમાં ગટર લાઇના બહાને કરાયેલ ખોદકામ યોગ્ય પુરાણના અભાવે રસ્તાઓ તો ઉબડખાબડ બન્યા જ છે, ત્યારે પ્રજાની સહુલિયત માટે ગુજરાત ગેસ કંપની દ્વારા અપાયેલ ગેસ લાઇનના ખોદકામ બાદ તેનું યોગ્ય પુરાણ ન કરાતા શહેરના વોર્ડ નં.૧૧ના પુષ્પાબાગ સામે આવેલ શેઠ ફળીયામાં મોટા ખાડા પડતા અને તેમાય અનરાધાર વરસાદના પગલે પાણી જતા સ્થાનિકોના મકાન સહિત જાનમાલ સામે ખતરો ઉભો થવા પામ્યો છે.
જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ગુજરાત ગેસ કંપની પર ફોન કરતા કોઇ પણ અધિકારી કે કર્મચારી ફોન શુદ્ધા ન ઉઠાવતા સ્થાનિકોમાં મકાન બેસવાનો અને જાનમાલને નુકશાન થવાનો ભય ઉભો થયો છે.સ્થાનિકો દ્વારા સત્વરે આ ખાડાને યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે જેથી વરસાદી પાણી ના કારણે મકાનો અને જાનમાલને નુકશાન ન થાય તેવી માંગ કરાઇ રહી છે.