The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

0
નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ

20 મી કુમાર સુરેન્દ્રસિંહ મેમોરીયલ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ આઈએસએસ મેચમાં ઓલ ઇન્ડિયા સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. 50 મીટર થ્રી પોઝીશન જુનિયર વુમન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા સેકન્ડ રેન્ક મેળવી ભરૂચનું નામ રોશન કરેલ છે. ખુશી ચુડાસમાએ પોતાનો પર્સનલ બેસ્ટ સ્કોર 580/600 ચેઝ કરી પોતાનો જ રેકોર્ડ બ્રેક કરેલ છે. ખુશી ચુડાસમા છેલ્લા ત્રણ વર્ષથી સતત તેની કેટેગરીમાં ગુજરાત સ્ટેટ ચેમ્પિયન બની છે. ત્યારે હવે નેશનલમાં પણ આ ગુજ્જુ ગર્લ આવનાર સમયમાં પોતાનું આધિપત્ય જમાવી શકે છે.

પારૂલ યુનિવર્સિટી વડોદરા ખાતે બી ટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ માં અભ્યાસ કરતી ખુશી ચુડાસમા ને “ભરૂચ રત્ન” એવોર્ડથી પણ ભૂતકાળમાં સન્માનિત કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ખુશી ચુડાસમાએ જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપની અલગ અલગ ઈવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્સ મળી કુલ 30 થી વધુ મેડલ હાંસલ કરી રાજ્યનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

ભરૂચ જિલ્લા રાયફલ ક્લબ માટે તેણી ના માતા-પિતા, કોચ મિત્તલ ગોહિલ, ભરૂચ જિલ્લા રાયફલ એસોશિયેશનના સેક્રેટરી અજય પંચાલ,  પ્રેસિડેન્ટ અરૂણસિંહ રાણા અને ગુજરાત સ્ટેટ રાયફલ એસોસિએશનનો આભાર માને છે કે, ભરૂચ જિલ્લાને અત્યાધુનિક શૂટિંગ રેન્જ મળી છે.ભરૂચની ખુશી ચુડાસમા નેશનલ લેવલે સેમિફાઇનલ માં પ્રથમ અને ફાઇનલમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતનું નામ આખા દેશમાં રોશન કરેલ છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પૂર્વ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ડૉ.લીના પાટીલ, પૂર્વ રમત ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા પણ જિલ્લાના રમતવીરોને અને ખુશી ચુડાસમા ને પ્રોત્સાહિત કરી અવારનવાર માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે.

આવનાર ઇન્ટરનેશનલ શૂટિંગ ઇવેન્ટ માટે હાલ ખુશી ચુડાસમા તેના કોચ મિત્તલ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ભરૂચ શૂટિંગ રેન્જ ખાતે તૈયારી કરી રહેલ છે. ખુશી ચુડાસમાનું લક્ષ્ય આગામી દિવસોમાં આવનાર રાયફલ શૂટિંગમાં  ઇન્ટરનેશનલ ઇવેન્ટ માં ભાગ લઈ ઇન્ડિયન ટીમમાં સ્થાન મેળવવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!