નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નામલગઢ, આમલી, મોવી, ગાગર, માંડણ, પલસી, બિતાડા, ભમરી ગામના આદિવાસી અંતરિયાળ વિસ્તારોનાં વિદ્યાર્થીઓને નિયમિત બસો ન આવતી હોવાથી વિધાર્થીઓને શાળા – કોલેજ આવવા જવા માટે ઘણાં સમય થી પડતી મુશ્કેલીઓથી કંટાળી અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહિ આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

આજે યુથ કોંગ્રેસ તથા તમામ ગામના વિધાર્થીઓ સાથે  ડેપો બહાર રસ્તા પર બેસી બસો રોકી આંદોલન કરવામાં આવ્યું હતું અને પોલીસની હાજરીમાં ડેપોના તંત્ર દ્વારા નિયમિત બસો ચાલુ કરવા લેખિત બાહેધરી આપવામાં આવી. અને જો નિરાકરણ ના આવે તો આગામી સમય માં ઉગ્ર આંદોલન કરવા ની ચીમકી આપવામાં આવી હતી.

જેમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમખ અજયભાઈ વસાવા તથા જિલ્લા યુથ ઉપપ્રમુખ વિરલ વસાવા તથા જિલ્લા યુથ મહામંત્રી જયેશ વસાવા તથા ગાગર ગામ ડેપ્યુટી સરપંચ મનીષ ભાઈ વસાવા તથા ભમરી પંચાયતના સભ્ય મહેન્દ્ર ભાઈ તથા વિવિધ આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here