ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની નગરચર્યા માટે પોલીસતંત્ર સજ્જ

0
84

ભરૂચ જિલ્લામાં ૪ સ્થળેથી નીકળનારી જગન્નાથ રથયાત્રા ને લઇ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ સાથે ચુસ્ત બંદોબસ્ત મુકી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયત્નો હાથધરાયા છે. જેમાં દરેક રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ યાત્રા ને લઇ રૂટ પર જરૂરી સ્થળ અને પોઇન્ટ પણ ચેક કર્યા હતા. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ખડેપગે બંદોબસ્ત કરશે. તા.1 લી જુલાઈ ના રોજ ભરૂચ અને અંકલેશ્વર ખાતે ભગવાન જગન્નાથ રથયાત્રા વાજતે ગાજતે નીકળશે ત્યારે યાત્રા ને પગલે પોલીસ વિભાગ પણ સજ્જ થયું છે.

રથયાત્રા વિષે માહિતિ આપતા એસ.પી.ડૉ.લીના પાટીલે જણાવ્યું કે, આજરોજ ભરૂચના એ ડિવિઝન,બી,ડીવિઝન,સી ડિવિઝન અને અંકલેશ્વર શહેર પોલીસ મથકેથી રથયાત્રા યોજાશે. પોલીસ દ્વારા રથયાત્રા નો રોડ મેપ આધારે પેટ્રોલિંગ કરી જરૂરી નિરીક્ષણ પણ કર્યું હતું આ ઉપરાંત પોલીસ દ્વારા ચાલુ વર્ષે ૧૩૮ બોડી કેમ અને ડ્રોન સાથે પોલીસ જવાનો પણ રથયાત્રા સાથે રહેશે.

ભરૂચ જિલ્લાની ચારેવ રથયાત્રા બંદોબસ્ત માટે ૨ એ.એસ.પી, ૨ ડીવાયએસપી, ૪ પી. આઈ. પી.એસ.આઈ. તેમજ 1૦૦૦ પોલીસ જવાનો અને મહિલા પોલીસ ખડેપગે બંદોબસ્ત માં રહેશે. ૪૦૦ જેટલા હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનો સાથે પોલીસ ની મદદ માં એસ. આર.પી સેક્સન ટીમ અને પોલીસ ની વિશેષ સર્વેલન્સ સ્કોર્ડ ની એક ટીમ તેમજ એસ. ઓ.જી, એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમ પણ બંદોબસ્ત માં જોડાશે. તો પીક પોકેટર માટે પણ પોલીસ અલગ થી સિવિલ ડ્રેસ કોર્ડ માં તૈનાત રહેશે.જેના કારણે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ બનશે અને રથયાત્રા શાંતિપુર્ણ રીતે પૂર્ણ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here