- ભારે વરસાદને લઈને મોહન નદીનો ચેકડેમ છલકાયો
દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિત અનેક ગામડાઓમાં આજે સવારે થી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેથી ગારદા – મોટા જાંબુડા ગામને અડીને મોહન નદી આવી છે, જેમાં ઘોડાપુરની સ્થિતી સર્જાઇ હતી, ભારે વરસાદ થી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો હતો.
તેમજ કોઝવે ઉપર પણ પાણી ફરી વળતા, આજુબાજુના ગામડાઓના વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો હતો, તેમજ નદીઓ નાળા બે કાંઠે થતા આસપાસના લોકો સુંદર નજારાને જોવા દોડી આવ્યા હતા. ચોમાસાનાં પહેલાં જ મેઘરાજાની મહેરના પગલે નદી-જળાશયોમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)